સ્નેહ સંબંધ
સ્નેહ સંબંધ
1 min
281
ઘડીમાં કિટ્ટા ઘડીમાં બુચ્ચા,
અબોલા ખોટા સ્નેહ સાચા,
તારું મારુ, મારુ તારું કરતાં,
ભાઈ ને બેની સાથે જ ફરતા,
હું તો વ્હાલો મમ્મીનો લાડકો,
હું તો વ્હાલી પપ્પાની લાડકી,
બાળપણની એ મીઠી તકરાર,
એમા છૂપાયેલ અગાધ પ્યાર,
સૌથી સવાયો આ સ્નેહ સંબંધ
લાગણી લીલીછમ ને અકબંધ.
