Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Karan Mistry

Others

4  

Karan Mistry

Others

સમય

સમય

1 min
189


ધીમી ધારના વરસાદની જેમ ચાલતો

રાહ જોવો તો ઉભો જ રહી જતો

જાણે શુ જોઈ ગયો ગોળ કુંડાળામાં

ન જોવો તો ક્યાંય ભાગતો રહેતો


એ વારે વારે એના વહેણ બદલાવતો

ટક ટકના ટકોરે પોતાનું કામ કરતો

કોણ જાણે શુ ઉતાવળ છે એને

ઘડીમાં બાળપણને ઘરડા કરતો


ચોવીસ કલાક માણસને બાંધી રાખતો

કંટાળામાં એ થોડો ધીમો થઈ જતો

સુખ અને દુઃખનો ભેદ જાણે છે એ

ઘડીભર હસાવી રાત આખી રડાવી જતો


સાચા ખોટાનો એ હિસાબ કરતો

સાચા સમયે હિસાબ ચૂકતે પણ કરતો

સમય વખત અને ટાઇમ કહેવાય છે એ

વહી જતો ક્યારેય પાછો ન આવતો


Rate this content
Log in