STORYMIRROR

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

સમય

સમય

1 min
354

મારી હથેળીમાં ચાંદ આકાર જોઈ હું ખૂબ હરખાઉં,

એ ચાંદને હું આકાશના ચાંદ સાથે સરખાઉં.


સપના તો મારા સોના જેવા જ,

એમાં આ સમયની ઘડીને જોતરાઉં,

ટક-ટક-ટક સાથે કાંટો ભમ્યા કરે,

ધક-ધક-ધક મારા ધબકાર વધ્યા કરે.


શું જરૂર છે આ સમયને આટલું નિરંતર ચાલવાની ?

શું મારે જ સમયના કાંટે ચાલવાનું ?

ક્યારેક સમય મારે સાથ ચાલે એવું ના બને ?


અરે દોસ્ત ! સાંભળ વાત,

સોના જેવી ખરી વાત,

સાચી વાત કારેલા જેવી,

સમજીયે તો લાગે ખરા સોના જેવી.


સમય ચાલશે ને તારી સાથ,

તું માંડ ડગ તારા સપનાની સાથ,

સમય ઝાલશે તારો હાથ,

નહિ રહે કોઈ દિ' ઉદાસ.


પરિશ્રમને પ્રામાણિકતા,

ધ્યેયસિદ્ધિના સમીકરણ,

સમય સંગ ચાલે જે જણ,

જીતે ઈ સહુ કોઈ જંગ.


Rate this content
Log in