સમય સાચવે સાચો શૂરવીર
સમય સાચવે સાચો શૂરવીર
હે.. જી..
ઉગીને ભાણ આથમતો, તોય તેજ વર્તાય એનું આ ધરા પર,
એવો વીરલો વખત સાચવતો, લડે મેદાને ભલે હોય શીશ ધરા પર.
જો ને...
કાળો ઘોડો ને કાળ સમો, જેના હોય ભમર ભાલુ હાથ,
વિપત પડે ઈ વારે આવતો, ભીડ ભાંગે જગની વીરઃ સાક્ષાત.
હે... જી..
નીરખતી આકાશે રુડી અપ્સરા, ઉત્સવ અનેરો નભમાં વીરના સ્વાગત તણો,
રણ મેદાને લીલુડા શીશ હસતા ધરે, ઉજળો ઇતિહાસ દેશના વીરો તણો.
જોને.
લડી લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ હોય,
ભલે ને પછી તે સમયે સામે ગમે તેવી મોટી તોપ હોય !
જો.. ને.
સઘળું સંકટ સાંખીએ એવો કાઢી સમય કે કર્મનો વાંક
પણ ભૂંડી જેની ભારજા એનો દુઃખનો નહીં કોઈ પાર.