સમય બળવાન છે
સમય બળવાન છે
1 min
259
સમય સાથે જીવન બદલાતું રહ્યું,
ક્યારેક નાની ઢીંગલી સાથે રમતી,
તો ક્યારેક કવિતાઓ લખતી,
પ્રેમભર્યા આલિંગનમાં સમાતી,
પતિના શરીરની ભૂખ સંતોષતી,
અને છેવટે જયારે એના શરીરમાં,
દમ ના રહયો ત્યારે
પતિના રૂમમાંથી બહાર ફેંકાતી,
પોતાના એકાંત ઓરડામાં દિવસો કાઢતી,
એ દમ તોડી દે છે,
આ શું દરેક સ્ત્રીની વાર્તા છે ?
સમયે સમયનું કામ કર્યું,
સમય બળવાન છે.
