STORYMIRROR

Chaitanya Joshi

Others

4  

Chaitanya Joshi

Others

સ્મરીને નાથભોળાને

સ્મરીને નાથભોળાને

1 min
27.5K


સ્મરીને નાથભોળાને કવિતાની શરુઆત કીધી.

હતી જે અંતરે છૂપી શંકરને પછી એ વાત કીધી.


ઉર પણ થયું દ્રવિત સહજ શિવશંકરની યાદમાં,

લોચન અશ્રુસારે વિયોગે વિદાય મોહરાત કીધી.


ના ચંદન પુષ્પ કે ધતૂરો યા જળ કે દુગ્ધની ધારા,

ના બિલ્વપત્ર સુદ્ધાંયે તોય કરુણા સાક્ષાત કીધી.


પ્રકાશ્યું પોત પંચાક્ષરે પરમને પ્રેમથી આરાધતાં,

દ્રવ્યા દેવ દયાનિધિ દાતાર કૃપા આત્મસાત કીધી.


સ્વભાવ મધુર પયથી જેનો અંતર લેતા જે વાંચી,

વંદન કોટિ કોટિ મહાદેવ જાણે કે મુલાકાત કીધી.


Rate this content
Log in