સ્મિત ફેલાવે
સ્મિત ફેલાવે
1 min
449
ચહેરાને કહો હવે તો સ્મિત ફેલાવે,
ઉદાસ બની આમ રહેશો ક્યાં સુધી !
તમારું સ્મિત બનશે ખુશીનું કારણ,
ખુશી છુપાવી ચૂપ રહેશો ક્યાં સુધી !
ચહેરાનું સ્મિત વધારે અમ તાજગી,
કઠિન મંજર આમ સહેશો ક્યાં સુધી !
હોઠોને કહો રેલાવે સ્મિતના બે ગીત,
મૌનમાં આલાપ બની વહેશો ક્યાં સુધી !
તમારું સ્મિત છે સ્વર્ગથી પણ સુંદર,
આંખોથી દિલની વાત કહેશો ક્યાં સુધી !
સ્મિતથી પ્રીત છે ચાહતની રીત છે,
ચાહતની પરીક્ષા હવે લેશો ક્યાં સુધી !