સ્કંન્દ મા
સ્કંન્દ મા
1 min
165
આજે પાંચ પાંચ થયાં ઉપવાસ રે,
દેવીઓનાં તેજસ્વી મુખારવિંદ રે,
આજે સ્કંન્દ મા રમવા નિસર્યા રે,
સંગે નવદુર્ગા ને ચેહર મા રમતાં રે,
ગોરના કૂવે દયાળુ ચેહર માવડી રે,
નવદુર્ગા સૌનું કલ્યાણ કરતાં રે,
ભાવના વીનવે નવદુર્ગા માત ને રે,
કરજો સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રે,
આલા લીલાં તોરણો બંધાયા છે રે,
લીલો રંગ પોષક ગુણોથી ભરપૂર રે,
આસોના રૂડાં નવલાં નોરતાની રાત રે,
ચારેકોર શ્રદ્ધા આસ્થાથી ઉજવાય રે,
લીલા લહેર કરાવે ચેહર ને દેવીઓ રે,
એવાં નવદુર્ગા લીલા કરે અપરંપાર રે.
