સિંહાસન
સિંહાસન
1 min
296
આતો કેવું રાજ અને કેવું સિંહાસન,
થયા લોહીના સબંધ વેરી,
કાઢ્યા કાસળ, એકજ લોહીના,
ભૂલાય લાગણી ને સબંધો,
સિંહાસનની લાયમાં,
ખોયા બધાં સુખ, ચેન,
ગઈ આંખોમાંથી નિંદર,
ભય રહ્યો હંમેશ છીનવી ના લે કોઈ આ સિંહાસન,
કર્યો દગો તો મળશે દગો,
ભૂલી કેમ ગયો કર્મ તારા,
આવે ફરી તારી પાસે જે કર્યા કુકર્મ,
નથી કોઈનું સગુ આ સિંહાસન,
માટે છોડ લાલસા ને અપનાવ માનવતા,
કર રાજ સારા કર્મો કરી,
પ્રજાના દિલ પર જીત એમનો વિશ્વાસ,
બસ આજ છે તારું સિંહાસન પ્રજાના મનમાં સારી તારી છાપ.
