STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Others Romance

3  

Dharmik Parmar 'Dharmad'

Others Romance

સીધ્ધા પછી પ્રેમમાં મળ્યા !

સીધ્ધા પછી પ્રેમમાં મળ્યા !

1 min
326


આંખોથી આંખો જોવાણી

ને પછી એકબીજામાં એવા ઢળ્યા,

કે... સીધ્ધા પછી પ્રેમમાં મળ્યા !


રાત, રાતની વાદળી ને વાદળીની તારલી

બધું ભાસ્યું ગુલાબી,

હળવેથી પ્રેમના કાંઠે હોઠોને હોઠોથી

વ્હાલભર્યા ગુસ્સામાં દાબી !


પોચી દિવેટ થઈ આવ્યાં તમે

ને આપણે સાથે એવા ઝળહળ્યા

કે... સીધ્ધા પછી પ્રેમમાં મળ્યા !


ભરચક ઉનાળે કંઈ ભરચક તડાકામાં

તમે લાવ્યા ઠંડો વરસાદ !

વ્હાલમ થઈ તમે વેણુ વા'જો

ને અમે રાધા થઈ સુણીએ કંઈ નાદ.


પ્રેમ-રણમાં મૃગજળ જેવી

રાહ જોયામાં અમે એવા ટળવળ્યા !

કે... સીધ્ધા પછી પ્રેમમાં મળ્યા !


Rate this content
Log in