શ્યામ ! તમે મોરલી વગાડો
શ્યામ ! તમે મોરલી વગાડો
1 min
28K
શ્યામ ! તમે મોરલી વગાડો હું નાચું,
શ્યામ ! તમે કાગળિયો ખોલો હું વાંચું.
ઓચિંતા ડાળ એક ઝૂલી રે સંગલાલ,
ગુલમ્હોરી સપનાઓ વાગ્યા.
ભીતરમાં પાંદડિયું ખુલી રે સંગલાલ,
છલ – છલ કસુંબાઓ માંગ્યા.
શ્યામ ! તમે મોરપીચ્છ ખોંસો ઈ સાચું !
શ્યામ ! તમે મોરલી વગાડો હું નાચું !
આંગણમાં વેરાણા મોતી ઓ મણીયારા,
મોતીડે મોતીડે ધબકારાં.
ધબકારાં કેમ કરી વીણું ઓ મણીયારા
ધબકારાં આંખ્યુંના પલકારાં.
શ્યામ ! તમે બોલો નહિ તો બધું કાચું !
શ્યામ ! તમે મોરલી વગાડો હું નાચું !

