શ્વેતકણ
શ્વેતકણ

1 min

23.9K
લાલ ચટક રક્તમાં અમે છૂપાયા
શ્વેતકણ બનીને લોહીમાં લપાયા,
તાકાત છે અમારી રોગપ્રતિકારક
ચેપી જીવાણુ સામે બહુ ઉપકારક,
ભગાડી દઉં વિદેશી આક્રમણકારો
દુશ્મનને શરીરમાંથી દઉં જાકારો,
અસ્થિમજ્જા છે અમારું જન્મસ્થાન
નાભિ કેન્દ્ર અપાવે વિશિષ્ટ સ્થાન,
શ્વેતકણ એકને જ નાભિ મહીં રુધિર
માપમાં રહીએ ત્યાં સુધી જ સુધિર,
સંખ્યાબળ ખૂનમાં વધે તો જોખમી
વસ્તી ઘટે જો અંગમાં શકે ના ખમી,
લાલ ચટક રક્તમાં અમે છૂપાયા
તંદુરસ્તીના અમે સૌ છીએ પાયા.