શ્વાસ
શ્વાસ
અવિરત લયબદ્ધ ચાલવું,
મારે તો તમે જીવો ત્યાં લગી,
શ્વાસ છું થંભી જઈશ ક્ષણવાર,
તો પણ સૌ જશો ડગી.
નાસિકા દ્વાર આવાગમનનું,
ને બંધ હોય તો મુખ થકી,
બેય જો બંધ દ્વાર તો ઘડીમાં,
તારા મરણની ઘણી વકી.
લય જો વીખરાય ઊંઘ ચડે,
આળસે બગાસું ખાવ ત્યારે,
હાક છીંક આવે વેગે ઉચ્છ્વાસ,
નાસિકા થાય નારાજ જ્યારે.
રાહત ગ્રહવા ગ્રીવા ને ફેફસા,
પછી જોરથી ખાય ખાંસી,
હેડકી ઊપડે કોઇની યાદની,
આવે ઉદરપટલ ખાવ ઠાંસી.
p>
ઉદાસ વદન પવન નખાવે,
ક્યારેક દુઃખે અરે નિશ્વાસ,
શ્વાસ ઉચ્છ્વાસ અપાવે છે,
જીવનના અસ્તિત્વનો વિશ્વાસ.
કંઈ ગંધ પારખવા નાકે,
એક ઊંડો ખાસ શ્વાસ લીધો,
તઈં ફૂંક મારવા મુખે સામો,
વળી એક ઉચ્છશ્વાસ દીધો.
જલ અતિ નિષ્ણાત તમને,
ડુબાડે શ્વાસ છે એમ જાણી,
બંધ થયો શ્વાસ જાણી તરત,
લાશ લાવે કિનારે તાણી.
અવિરત લયબદ્ધ ચાલવું,
મારે તો તમે જીવો ત્યાં લગી
લય ગયો ને શ્વાસ બંધ થયો,
તો તમારૂ જીવન જશે ફગી.