શૂન્યમાંથી સેંકડો
શૂન્યમાંથી સેંકડો
1 min
134
ડગલું ભર્યું, દોડ્યો, ને માર્યો ઠેકડો,
શૂન્યમાંથી થઈ ગયો છે સેંકડો.
આજે હવા સાથેય વાતો થાય છે,
ચાંદ પર બિલ્ડીંગ પણ બંધાય છે.
જે દૂર છે એ હાથમાં દેખાય છે,
પાંખો વગર આકાશમાં ઉડાય છે.
રાજી હતો, મળ્યો તો જ્યારે રેંકડો,
શૂન્યમાંથી થઈ ગયો છે સેંકડો.
ઉંદર હતો હાથી થયો છે માનવી,
મહેનત કરી, આથી થયો છે માનવી.
બહુ લાલચુ શાથી થયો છે માનવી ?
થાશે પતન, સ્વાર્થી થયો છે માનવી.
જોજે કદી નીકળી ન જાયે એકડો
શૂન્યમાંથી થઈ ગયો છે સેંકડો.
