STORYMIRROR

Vaishali Mehta

Others

5.0  

Vaishali Mehta

Others

શૂન્ય - સર્જન

શૂન્ય - સર્જન

1 min
396


શૂન્ય થકીજ સર્જન બધુ

પણ શુન્ય થવું બહુ અઘરું છે ;

શૂન્ય શરૂઆત ને શૂન્ય જ અંત

આ વર્તુળમાં ફરવુ થોડું સહેલું છે ? 


આગળ હોય તો કોઈ ન ગણકારે,

ને પાછળ જો પધરાવો ;

તોય; કિંમત બીજાની વધારે ! 

એજ તો ખાસિયત એની છે ! 


આછેરો નવ ગણવો એને, 

પડઘમ શૂન્ય ના બહુ ઉંચા છે !

શૂન્ય શરૂઆત ને શૂન્ય જ અંત,

આ વર્તુળમાં ફરવુ થોડું સહેલું છે ?


લાગણીશૂન્ય થઈ જાય જો,

તો જીવતો ય મુઆ મા ખપાય તુ,

દિશાશૂન્ય થઇ જાઓ જો,

જીવતર ગયુજ સમજો એળે હો !


અદકેરો ભલે ને પ્રકાશ હો તમ,

અવકાશ નહીં જો આપો ખુદને,

શૂન્યાવકાશ સર્જાશે હો !

ઉજાસ ભલેને આંખો અંજાય જાય એવો,

પણ; સાદની આપ-લે નહીં થાય હો ! 


શૂન્ય શરૂઆત ને શૂન્યજ અંત 

શૂન્ય જ સર્જન; શૂન્ય અનંત !

શૂન્ય શરૂઆત ને શૂન્યજ અંત

આ વર્તુળમાં ફરવુ થોડું સહેલું છે ?


Rate this content
Log in