શરદ પૂનમ
શરદ પૂનમ
1 min
63
આપી વિદાય વર્ષા ઋતુને નભ સ્વચ્છ સ્વચ્છ દીસે,
અનંત તારલાં આજ ગગનમાં ધવલ ચાંદની પીશે,
ખીલ્યો ચાંદ પૂર્ણ કળાએ હસી શીતળ સૌમ્ય રાતે,
રમી રાસ ગરબે વળગ્યાં સખી મંડળો મીઠી વાતે,
લઇ ઉછીનું તેજ ચંદ્ર સૂર્ય કનેથી કંઈક હોંશે મલકે,
નભમંડળ મંહી શ્વેત કિરણે ઝળકે જાણે પ્રીત છલકે,
વહે વાયુ ધીરે ડોલતી ડાળી ને છાંયે મોગરાં મહેકે,
ગુંજે પવન પાવન ઝૂમતી રાધા ગાન મધુર ગહેકે,
આપી વિદાય વર્ષા ઋતુને નભ સ્વચ્છ સ્વચ્છ દીસે,
અમૃત રૂપે અભ્ર ઝાકળ બિંદુ ટપકે પ્રભાતે તૃણ ચીસે.
