STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

શ્રાવણિયો વરસે

શ્રાવણિયો વરસે

1 min
42

શ્રાવણિયો વરસે મન હર્ષે, તન તરસે,

ઝરમર ઝરમર શ્રાવણિયો વરસે.

ફરફર, છાંટા, ફોરાં વરસે શ્રાવણિયો વરસે.


લીલી વનરાઈ હર્ષે, કોયલ, મોર, બપૈયા ટહુકે,

મન હર્ષે, શ્રાવણિયો વરસે.

ખેતરે લહેરાતી મોલાત હર્ષે

લીલાશ આ ધરતીની તરસે,

ઝરમર શ્રાવણિયો વરસે.


નભ ઊડતું ખગ કિલકિલાટ કરે,

બાગ ફરતું પતંગિયું મધુર રસ તરસે.

ઝરમર ઝરમર શ્રાવણિયો વરસે.


સાગર સરિતા નીર વરસે,

નભ-કાલિમા સૂરજ તરસે,

ઝરમર શ્રાવણિયો વરસે.


મોસમ આહલાદક, ફાગ વરસે,

હૈયુ મસ્ત મોસમમાં સંગ તરસે,

ઝરમર શ્રાવણિયો વરસે.


શિવાલયોમાં ઘંટારવ, બીલીપત્ર વરસે,

શરીર આતમનાદ તરસે,

ઝરમર શ્રાવણિયો વરસે.


નાતો શું શરીરનો, શિવ હર્ષે,

જીવન અનંત સુગંધ જીવ તરસે,

ઝરમર ઝરમર શ્રાવણિયો વરસે.


Rate this content
Log in