STORYMIRROR

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

શોધતાં હોય છે

શોધતાં હોય છે

1 min
242

માનવી તો જુદાં લાગતાં હોય છે,

ને અહીં હર ક્ષણે બાળતાં હોય છે,


આમતો લાગતા ખૂબ ભોળા ભલા, 

ને બધે ઝેર એ ઓકતાં હોય છે,


ક્યાં રહે છે ભલા એ બની કોમળ ?

ને છરી પીઠમાં ભોંકતાં હોય છે, 


સાથ છોડી સત્યનો બને જૂઠડાં, 

ને વળી પ્રભુને વેંચતાં હોય છે,


માનવી થૈ ભલા ક્યાં રહે છે અહીં ?

ને સદા માનવી શોધતાં હોય છે !


Rate this content
Log in