STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

શક્યતા

શક્યતા

1 min
26.4K


જીવનમાં સત્ય મળી જાય છે ક્યારેક.

અસત્ય સહજ વળી જાય છે ક્યારેક.


મેઘધનુષી રંગોની સજાવટ નભમાં હોય,

અરમાનો અહીં બળી જાય છે ક્યારેક.


બુદ્ધિ કે પુરુષાર્થ કવચિત હાર પામતાં,

દૈવ આમજનને ફળી જાય છે ક્યારેક.


બધું શક્ય છે આ અવનીના આંગણામાં,

વાડ ખુદ ચીભડાં ગળી જાય છે ક્યારેક.


આંસુના તોરણે અબ્ધિવાસી આવે ખરા !

નિજજનની આરજૂ કળી જાય છે ક્યારેક.


Rate this content
Log in