શિયાળાને કોઈ તો કહો
શિયાળાને કોઈ તો કહો
1 min
398
શિયાળા ને કોઈ તો કહો, કે હળવે પગલે આવે,
હું નાનકડું બાળક મુજ ને, ઠંડીમાં ના ઠુંઠવાવે.
ગોદડાં ચાદર તકિયાની સોડમાં, પોઢું હું રોજ નિરાંતે,
વહેલી સવારે નિશાળ જાવા, મમ્મી પરાણે મને ઉઠાડે.
સ્કૂલના ઘંટ ને કહી દો કોઈ તો, થોડો મોડો વાગે,
ઠંડીમાં વહેલા ભણવાની, ઈચ્છા ક્યાંથી જાગે ?
કાનટોપી ને સ્વેટર મોજા, પહેરી થવું તૈયાર,
આકરું લાગે ઘરની બહાર, પગ મુકવાનું પણ યાર.
નહિ ચાલે જો શિયાળામાં, સ્કૂલમાં રજા મૂકી દઉં?
વિચાર સારો છે, લાવ ને આજે વાત આ મમ્મી ને કરી જોઉ.
નહીં માને કોઈ વાત મારી તો, ઉઠવું વહેલા પડશે,
ઝોકા ખાતા ખાતા પણ, નિશાળે તો જવું પડશે.
