શિવરાત્રી આવી
શિવરાત્રી આવી
શિવરાત્રી આવી.. શિવરાત્રી આવી રે..
શિવજીનો પાવન પવિત્ર તહેવાર લાવી રે...
બમબમ ભોલે, અલખની
રંજનનો લાવી સાદ
શક્કરિયાંનો મધમીઠો લઈને
આવી રે એ પ્રસાદ,
પાવન ગંગાને શિવજીએ જટામાંથી સમાવી રે...
શિવરાત્રી આવી.. શિવરાત્રી આવી રે...
દેવોનાં દેવ છે ત્રિશૂળધારી
ને ગળામાં છે નાગ
મહાદેવને વહાલા લાગે છે
ધતૂરા અને ભાંગ
સ્મશાનને ઘર બનાવી, ભાલે ભભૂત લગાવી રે....
શિવરાત્રી આવી... શિવરાત્રી આવી રે..
પોઠિયાજીના પ્યારા, પ્યારા
ડમડમ ડમરૂ શોભે હાથ
ભીડ કાજે શિવ ભક્તોને
સુખ, દુ:ખમાં દેતા સાથ
શિવરાત્રીએ દેવોનાં દેવ મહાદેવની ધૂણી ધખાવી રે....
શિવરાત્રી આવી... શિવરાત્રી આવી રે..
