STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Others

શહેરી સાંજ

શહેરી સાંજ

1 min
181

વરસાદી મોસમને આ શહેરી સાંજ છે,

આ ક્ષિતિજે સૂરજ ડૂબી રહ્યો છે,


સૌ પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે,

ટ્રેનમાં ચડવા માટે ઉતાવળા થઈ રહ્યા છે,


કોઈના ચહેરા પર થાક છે,

તો કોઈકના ચહેરા પર,

ઘરે જવાનો આનંદ છે,


કોઈક દરિયા કિનારાની મુલાકાત લઈને,

ખુશીઓની છોળો સાથ લઈ આવ્યું છે,

ક્યાંક સોસાયટીના બાગમાં,

બાળકો રમી રહ્યા છે,

વડીલો આપસમાં વાતો કરી રહ્યા છે,


દૂર દરિયા કિનારે કોઈ પ્રેમી પંખીડા,

એકમેકમાં ઓગળી રહ્યા છે,

ફેરિયાઓ વધુ બિઝનેસની લાલચમાં ગ્રાહકોને બોલાવી રહ્યા છે,


કોઈ બાળક રેતીમાં ઘર બનાવી રહ્યું છે,

કોઈ નવપરણિત યુગલ પોતાના સોનેરી શમણાંઓ સજાવી રહ્યું છે,


મિત્રો આપસમાં પાર્ટી કરી,

દુઃખો ભૂલી રહ્યા છે,

કોઈ પાણી પૂરી તો કોઈ ભેલપૂરી,

કોઈ મકાઈની જ્યાફત ઉડાવી,

પેટની ભૂખ સંતોષી રહ્યા છે,


ચારેબાજુ કોલાહલ છે,

માનવીની ભીડમાં પણ,

માનવી એકલતા અનુભવે છે,

દૂર ક્યાક ગરીબ બાળક,

હાથ ફેલાવીને પેટની ભૂખ ને ઠારવા,

બધા પાસે હાથ લંબાવી રહ્યો છે,


કોઈ ચિત્રકાર પોતાના ચિત્ર દોરવામાં વ્યસ્ત છે,

કોઈ ફોટોગ્રાફર પોતાની આગવી અદામાં ફોટા લેવામાં મસ્ત છે,

શહેરી સાંજમાં સૌ પોતાનામાં વ્યસ્ત છે.


Rate this content
Log in