શબ્દોની ઉડાન
શબ્દોની ઉડાન
શબ્દોનું પંખી, સાહિત્યના આકાશે ઉડાન ભરશે
ક્યાંક ઘાવ પર મલમ બનશે આ શબ્દો
તો ક્યાંક પ્રેરણાનુંં પરબ બનશે આ શબ્દો
તો ક્યાંક સમાજમાં બદલાવ લાવશે આ શબ્દો
ક્યારેક મિત્ર બની સંગાથ આપશે આ શબ્દો
ક્યારેક દુશ્મનીને પણ દોસ્તીમાં
પલટાવશે આ શબ્દો
સાહિત્યનો બાગ મહેકાવશે આ શબ્દો
સાહિત્યના દરીયામાં અમૂલ્ય મોતીનુંં
સ્થાન પામશે આ શબ્દો
વણ કહેવાયેલી લાગણીને આમ રજૂ કરશે આ શબ્દો
સાહિત્યના ગગનમાં સિતારો બની ચમકશે આ શબ્દો
મારી અલગ પહેચાન આપશે આ શબ્દો
મારી જગતમાં ઓળખાણનુંં માધ્યમ બનશે આ શબ્દો
મારા પછી પણ જીવંત રહેશે આ શબ્દો
ક્યાંક ઘાવ પર મલમ બનશે આ શબ્દો
