STORYMIRROR

Ashokkumar Shah

Others

2  

Ashokkumar Shah

Others

શબ્દો નીકળતા નથી ને સોપો પડી જાય છે

શબ્દો નીકળતા નથી ને સોપો પડી જાય છે

1 min
2.2K


એવું તો શું બન્યું અહિંયા...

શબ્દો નીકળતા નથી સોંપો પડી જાય છે?

 

નિંદર વેરણ બને ને સપનાંની ઘટનાઓ વિખેરાય જાય છે?

જીગરની વાત કરવી છે, પરંતુ અહિંયા સોપો પડી જાય છે..

 

બે શબ્દની આશ કરી ત્યાં જ મૌનનો મહાસાગર ખડકાય છે.

લે, ચાલ્યો છોડી હવે આ મહાનગર... એમ કહું છું ને સામેથી એક સાદ સંભળાય જાય છે.

 

પાછો વળી જોવા રહું ત્યાં જ શક્યતાનું દ્વાર બીડાય જાય છે.

કિનારો કોરો જ રહે છે... ભલે ને, મોજાંઓ કેટલાં ય પટકાય છે!

 

 


Rate this content
Log in