STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

4  

Jaya. jani. Talaja."jiya"

Others

શબ્દનો ધબકાર

શબ્દનો ધબકાર

1 min
282

મેં પ્રેમની કવિતા લખવાનો ગુનો કર્યો છે, 

શબ્દને સજા થાશે, શાહી કિડનેપ કરાશે, 

કવિતા બધી મારી, હવે જપ્ત થાશે,  

કવિ એક આજ, અનાથ થાશે

સૂનો થાશે આજ, શબ્દનો ધબકાર...


પકડી મેં, 'વાક્ય'-ને ભાવમાં પૂર્યો છે,

આપી એને 'લય' મેંં સૂરીલો કર્યો છે,

એક-એક 'શબ્દ'ને, કવિતામાં કેદ કર્યો છે,

મેં સાહિત્યમાં, કદમ મૂકવાનો ગુનો કર્યો છે,

સૂનો થાશે આજ, શબ્દનો ધબકાર...


ગુમ હતો, ગરકાવ હતો, ગુમનામથી ફરતો હતો, 

આપી કવિતાનો દેહ, -મેં એને ગુંજતો કર્યો છે.

અરમાન આપી, અહેસાસમાં ચાંપી,

અવની પર, મેં એને રમતો કર્યો છે,

થોડોક ભૂતકાળ આપી, મેં એને ચીતર્યો છે, 

પંક્તિમાં પ્રેમ રંગ પૂરવાનો, મેં ગુનો કર્યો છે,

સૂનો થાશે, આજ શબ્દ નો ધબકાર...


પ્રેમ-પ્રસંગ જતા રહે,

શબ્દમાં એનું વાતાવરણ સદા રહે, 

પ્રશ્ન કે ઉદગાર, 'વાક્ય' ને ન આપ્યો, 

આપ્યો મેં એને, મખમલી 'અર્થ', 

કિતાબ, કવિતા, કાળજામાં એ રહે સદા,

'અક્ષર'ને લાગણી ઓઢાડવાનો, મેં ગુનો કર્યો છે, 

સૂનો થાશેેે આજ, શબ્દનો ધબકાર...


પૂરેપૂરું, પુસ્તકનું પાનું, આપ્યું એનેે વિસ્તરવા કરવા,

ફેલાઈ, ઢોળાઈ કેેે રગદોળાઈ એ લાગણીમાં,

નામથી, અમે રહ્યા એક હાસિયામાં,

રાખી જગ્યા મેં મારી, 'મારું' નામ ઘૂંટાય એટલી,

મે લૂંટાવી જાત મારી, લૂંટાઈ જેટલી,

લીધી મેં જગ્યા, પૂરા પાનામાં, એક લીટી જેટલી,

'રચના' પર પાનાનું સામ્રાજ્ય,       

લૂંટાવાનો મેં, ગુનો કર્યો છે,

સૂનો થાશે આજ, શબ્દનો ધબકાર...


'શબ્દ'ને શાહી, પાનુંં આખું, ને કલમ આપી રાખું,

કરી કવિતા, થઈ ખરી કવિતા, ડૂબ્યો હું કવિતામાં,

સાહિત્ય જગતનો, કવિ બનવાનો મેં ગુનો કર્યો છે, 

સૂનો થાશે આજ, શબ્દનો ધબકાર.


Rate this content
Log in