STORYMIRROR

Jagruti rathod "krushna"

Others

3  

Jagruti rathod "krushna"

Others

શાંતિની ખોજ

શાંતિની ખોજ

1 min
151

મજા ક્યાં મળે છે આવી રોજ-રોજ,

કદી-કદી માણવા મળે આવી મોજ !


મળે ફૂરસત થોડી યંત્રવત જીવનથી,

નીકળી પડીએ કરવા શાંતિની ખોજ !


મોટર, ગાડી, પ્લેનમાં ઘણું ઘણું ફર્યા,

હવે લઈ સાઇકલ નીકળી આ ફોજ !


સંધ્યાસમયે દરિયાને બનાવી ઝરિયા,

ધરતી-નભનું મિલન થતું હશેને રોજ !


સાગરકિનારે ઊંચા ખડક પર બેસી,

વહેતો મૂકીએ લહેરે ચિંતાનો બોજ !


Rate this content
Log in