શાંતિ
શાંતિ
1 min
123
કોલાહલ બંધ થયો,
ઘ્વની ઘ્વસ્ત થયો,
શાંતિ છવાઈ ગઈ,
વાચા હણાઈ ગઈ,
વિચાર ચાલુ થયા,
આચાર બંધ થયા,
ઘડીભર બહુ ગમ્યું,
પછી મગજ ભમ્યું,
દિમાગ ચકરાવે ચડ્યું,
આ શું આવી ચડ્યું ?
શૂન્યતા વ્યાપી,
લાગી વિશ્વ વ્યાપી,
હૃદય બંધ પડ્યું,
શરીર નીચે પડ્યું,
અવાજને ઝંખતું,
દિલને ડંખતું,
કોલાહલ બંધ થયો,
જવાનો સમય થયો,
રોકકળ ચાલુ થઇ,
અશાંતિ ચાલુ થઇ,
ગૂંચવાયા આપ્તજન,
ચાલ્યા ગયા સ્વજન,
પસંદગી ડહોળાય ગઈ,
કસોટી થઇ ગઈ,
શું સારું શું નઠારું,
શાંતિ કે અશાંતિ,
અશાંતિ કે શાંતિ.