STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

શાંતિ: શાંતિ:

શાંતિ: શાંતિ:

1 min
27.7K


વિચારોના વમળ પ્રસરીને મન થાય છે શાંત.

જળના તરંગો વિસ્તરીને જળ થાય છે શાંત.


તમામ ક્રોધનો અંત આખરે સુલેહને શાંતિ,

દલિલોના અંતે પણ વાણી થાય છે શાંત.


ભટકતું મન ન પામી શકે પતંગાવત્ બનીને,

વિચારશૂન્યતામાંહે અનુભવાય છે શાંત.


અશાંત મન કલહ કજિયાને એ નોતરનારું,

ફરીફરીને કેટકેટલું આખરે થાય છે શાંત.


મંત્ર-જપ,સ્તુતિ- સ્તવનો કે કર્મકાંડ વિધિમાં,

અંતમાં આવે છે શાંતિ: શાંતિ: શાંતિ: શાંત.


Rate this content
Log in