શાળા સંસ્કારનું ધામ
શાળા સંસ્કારનું ધામ
મારા તે ગામની ભાગોળે નિશાળ જો,
ભણવા રે આવે છે નાનાં બાલુડાં.
નિશાળમાં તો ખીલવ્યા રૂડા બાગ જો,
બાગમાં રે ખીલ્યાં છે સુંદર ફૂલડાં.
ખીલ્યાં છે અહીં ચંપાને ગુલાબ જો,
મહેંકે છે સુવાસને ટહુકે પંખીડાં.
પ્રાર્થનામાં ગવાય છે મધુરાં ગીત જો,
ઢોલકના નાદે રે નાચે બાલુડાં.
વરસે છે અહીં જ્ઞાનનો વરસાદ જો,
મનમાં રે હરખાય છે મારા સાથીડા.
ટી.વી.,કમ્પ્યૂટર ને ટેપરેકર્ડર હોય જો,
બાયસેગના કાર્યક્રમો જોવે નાનાં ભૂલકાં.
ઉજવાતા ઉત્સવનો નહીં પાર જો,
છલકાતા આનંદ રે મારા ઉરમાં.
બાળસંસદની ચૂંટણી અહીંયાં થાય જો,
લોકશાહીના પાઠો મારા ગામમાં.
વાર્તાને ગીતોનો જામે જંગ જો,
બાળસભાઓ થાય છે મારા ધામમાં.
ખેલમહાકુંભની રમતો રમાય જો,
સાંસ્કૃતિક કાર્યક્રમો મારા મેદાનમાં.
ગણિત ગમ્મતને વિજ્ઞાન મંડળ હોય જો,
વિજ્ઞાનના પ્રયોગો થાય મારી લેબમાં
"રામહાટ" ને "ખોયાપાયા" હોય જો,
સંસ્કારોનું ધામ મારી નિશાળમાં.
