સગપણ શ્રીવરનું સાચું રે
સગપણ શ્રીવરનું સાચું રે
1 min
233
સગપણ શ્રીવરનું સાચું રે.
બીજું બધું દુનિયાનું કાચું રે ... સગપણ.
એમાં કાંઇ સ્વારથ ના ભાળું રે,
સંસાર તો સ્વારથનું જાળું રે ... સગપણ.
આજકાલ હંમેશાં સાચું રે,
દિનદિન વધનારું ઝાઝું રે ... સગપણ.
જેણે એ તાણીને બાંધ્યું રે,
ના દુઃખ તેને કો’દી આવ્યું રે ...સગપણ.
મરણ પછી મુક્તિ દેનારું રે,
જીવનમાં અમૃતનું ટાણું રે ... સગપણ.
સનાતન સગપણ આ મારું રે,
અનુભવે જાણીને ગાયું રે ... સગપણ.
