STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

સદગુરુના સંગમાં.

સદગુરુના સંગમાં.

1 min
27.7K


આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય સદગુરુના સંગમાં,

જીવન જીવવાની કૂંચી મળી જાય સદગુરુના સંગમાં.


ષડરિપુઓની લાલસા સહજ છૂટવા લાગતી પછી,

નિયંત્રણ જીવનમાં દ્રષ્ટિગોચર થાય સદગુરુના સંગમાં.


અંતર બને આચ્છાદિતને પ્રભુદર્શનની ઝંખના જાગે,

ઇશવિયોગમાં જીવ કેવો તડપાય સદગુરુના સંગમાં.


પ્રેમવિહ્વળ બને હૈયુંને ઇપ્સિત પામવા એ હરખાય,

એના આઠેય પ્રહર સુધરી જાય સદગુરુના સંગમાં.


પોતે તરેને બીજાને પણ એ તારનારો આખરે થાય,

લખચોરાશી ટાળી પ્રભુમય થાય સદગુરુના સંગમાં.


Rate this content
Log in