સૌભાગ્ય ચિહ્ન.
સૌભાગ્ય ચિહ્ન.
1 min
26.3K
સપ્તપદીના સાત ફેરા ફરીને સ્વીકાર્યો છે ચાંલ્લો,
તનમનથી બસ એમને વરીને સ્વીકાર્યો છે ચાંલ્લો.
ઇશથી અધિક છે મારેમન મનના માલિક ગણું છું,
સૌભાગ્ય મારું એમને ધારીને સ્વીકાર્યો છે ચાંલ્લો.
એના પ્રતિપગલે ચાલવાની નેમ અડીખમ છે મારી,
કપાળે કુમકુમથી શણગારીને સ્વીકાર્યો છે ચાંલ્લો.
નારીજીવન સેવા કાજે સર્જ્યું છે સરજનહારે વળી ,
એની સેવામાં વિજય વિચારીને સ્વીકાર્યો છે ચાંલ્લો.
સુખદુઃખના સંગાથી જીવનપથના હમસફર મારા,
સાતસાત ભવ હું તો વરનારીને સ્વીકાર્યો છે ચાંલ્લો.
