Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Children Stories

3  

Nardi Parekh

Children Stories

સૈનિક

સૈનિક

1 min
113


નાનો નાનો સૈનિક છું પણ,

કામો મોટાં કરવાં છે.

ભારતનો ઘડવૈયો થઈને,

દુખડા દેશનાં હરવા છે...

જય હો ભારતમાત


નાનાં નાનાં કામો દ્વારા,

દેશની મોટી સેવા કરું.

સ્વચ્છતાને હૈયે રાખી,

પરિસર મારું સાફ કરું. 

કોઈ કરે ના ગંદકી તેનાં કાજે,

પહેરા ભરવા છે..

જય હો ભારતમાત


જળ ને વીજની બચત કરીને,

દેશની શક્તિ વધારી દઉં.

ખોટી ખોટી લાઈટ બળે તો,

સ્વીચને એની ઠારી દઉં.

ઉદ્યોગોની ક્રાંતિ કાજે,

માલ સ્વદેશી વાપરવા છે.

જય હો ભારતમાત


ભણી-ગણીને આગળ વધીને,

દેશ તણું હું નામ ગજાવું.

ખપ પૂરતું ભાણે લઈને

અન્ન કદીએ ના વેડફાવું.

હરિયાળી ક્રાંતિને કાજે,

વૃક્ષારોપણ કરવા છે.

જય હો ભારતમાત


Rate this content
Log in