STORYMIRROR

Anil Dave

Others

4  

Anil Dave

Others

સાવ નોખા છે

સાવ નોખા છે

1 min
154

ખાટલાના સાલ-પાંખડાં સાવ નોખા છે,

તેના પાયાનાજ ટાંગામેળ સાવ નોખા છે.


કો'કને કંઈ'ક કહી તો તેનો તોબરો ચડે છે,

કો'ઈ'ક ના તો મગ ને ચોખા સાવ નોખા છે.


વાંધા-વચકા પાડવામાંથી ઉંચું આવતું નથી,

તેવા ઈર્ષામાં બળતા બારકસ સાવ નોખા છે.


સાવ ગભરૂ ને ભોળા કબૂતરો જેવા ફફડે છે,

રાજહંસ જેવા દેખાતા કાગડા સાવ નોખા છે.


ઢોંગીઓ ગાંધીજીની ફાટેલી પોતડી જેવાં છે,

ગાંધીજી છાપ ફાટેલી નોટ જેવા સાવ નોખા છે.


Rate this content
Log in