સાંપ્રત સમયનું જીવન
સાંપ્રત સમયનું જીવન
1 min
196
સાંપ્રત સમયનાં જીવનની શું કરું વાત
પિઝા અને બર્ગરની થાય છે અહીં નાત,
રોટલા રોટલીને કેવું થતું બાય બાય,
બને જો પાણીપુરી તો સૌ હોંશે ખાય,
કૂવાના પાણી હવે તો ક્યાં ખેંચાય,
બિસલરીની બોટલ રોજ મંગાવાય,
શાળા પણ હમણાં તો ક્યાં જવાય,
ઓનલાઈન શિક્ષણ ઘરે જ મેળવાય,
દોડધામ કરીને રમતો જ ક્યાં રમાય,
ભેગા થઈ મોબાઇલમાં ગેમ રમાય,
સાંપ્રત સમયના જીવનની શું કરું વાત ,
ડિજિટલ દુનિયામાં બધું ડિજિટલ થાય.
