STORYMIRROR

Jagruti rathod "krushna"

Others

3  

Jagruti rathod "krushna"

Others

સાંનિધ્ય

સાંનિધ્ય

1 min
216

ઝંખે હરપલ સાંનિધ્ય તારું,

નીરખી વદન તુજ નયન હું ઠારૂ,


ના કર કાન્હા તું ચિત્ત ચોરી,

બાંધી તુજ સંગ પ્રીત ડોરી,


તું ચાહે તો માખણ ચોરે,

તું ચાહે તો મટકી ફોડે,


મથુરા મારગે માંગે દાણ,

રાવ કરીએ તો સાવ અજાણ,


જઈ બેઠો તું કદમની ડાળે,

ચોરે ચીર તું યમુના પાળે,


કોને જઈને કરીએ વાત,

કાંઇ ના સૂણે જશોદા માત,


ઓ કાન્હા, સૂણ વાત ખાસ,

તો પણ અમે તો તારા દાસ.


Rate this content
Log in