સાંજ ટાણે
સાંજ ટાણે
1 min
27.3K
સંધ્યાને કરી સાદ ઝટપટ બોલાવે સાંજ ટાણે,
દિવસરાતને જાણે કે જોડી બતાવે સાંજ ટાણે.
નીડ ભણી નભે વિહંગ વિચરાવે સાંજ ટાણે,
ગૌધન ગોરજ ઉડાડીને ચકરાવે સાંજ ટાણે.
મહેનત કરતા કોઈ મજૂરને છોડાવે સાંજ ટાણે,
ધખધખતા રવિને આભેથી સંતાડે સાંજ ટાણે.
પ્રક્ષેપવત્ ગગનમાં શશીને દેખાડે સાંજ ટાણે,
કૃષિકાર ઘરભણી જતાં નજરાવે સાંજ ટાણે.
રંગબેરંગી સંધ્યા વ્યોમમાં સજાવે સાંજ ટાણે,
દીવા આરતી કરી મંદિર શણગારે સાંજ ટાણે.
