STORYMIRROR

HARSHA MAHESHVARI

Others

4  

HARSHA MAHESHVARI

Others

સાક્ષી રહ્યો તું ચાંદ

સાક્ષી રહ્યો તું ચાંદ

1 min
200

જગના ચોકમાં, 

પ્રેમના પર્વનો અને વિરહની વેદનાનો, 

એક સાક્ષી રહ્યો તું ચાંદ.


ચાહે હિન્દુ હોય ચાહે ઇસ્લામ 

આ બે ધર્મોનો પરમ તત્વ રહ્યો છે તું ચાંદ. 


પાંચે મહા સત્તા હોય કે કોક વિકાસશીલ દેશ, 

આ બધાય માટે એક રહસ્ય રહ્યો છે તું ચાંદ. 


હોય કોઈ પાગલ દીવાનો કે પછી ધૂની વૈજ્ઞાનિક, 

એમની બધી રાતોનો ઉજાગરો રહ્યો છે તું ચાંદ. 


ડગ ડગ માંડી દુનિયા પહોચી ગઈ તારા લગી, 

નીલ આર્મ્ સ્ટ્રોંગથી શરૂ થયેલી યાત્રા પછી, 

એક યાત્રાધામ રહ્યો છે તું ચાંદ.


આટલો દૂર કેમ છે ? આવ થોડો નજદીક, 

મારીય પ્રેમ યાત્રાનો એક સાક્ષી રહ્યો છે તું ચાંદ. 



Rate this content
Log in