સાકર
સાકર

1 min

25
સલામ સાકરની મીઠાશને
કમાલ શ્વેત આરસ વર્ણ
અદ્રશ્ય બની દુધે પીગળે
નીર મહીં એકરસ ઓગળે
ભળે રક્તમાં જયારે અતિ
બહેર મારી જાય તો મતિ
સાકર રંગ રૂપથી સાકાર
અંગમાં જોખમી નિરાકાર
પ્રસાદે મંદિરે સર્વવ્યાપી
મીઠાઈ મધ્યે રાજ સ્થાપી
શેરડી ફળ મધ છે મોસાળ
મધુપ્રમેહ તારે નામ આળ
શર્કરા ખાંડ ગોળ નાતીલા
સલામ સાકરની મીઠાશને