STORYMIRROR

Chirag Padhya

Others

4  

Chirag Padhya

Others

સાગર

સાગર

1 min
450

પહોંચી નાવ એ સાગર કિનારે, શું વિચારે છે ?

એ માજી કષ્ટથી પાણી નિતારે, શું વિચારે છે ?


એ નાવિક રાત વીતાવે, બની રાહી એ દરિયામાં,

પહોંચી મંજિલે એ તો સવારે, શું વિચારે છે ?


કરે તોફાન એ સાગર , લહેરો સંગ મધરાતે,

તુફાની રાત જે વીતી એ ક્યારે, શું વિચારે છે ?


નજર છે આજ આકાશે, કે સૂરજ ઊગશે ક્યારે ?

કિરણ એ આશની ક્યારે પધારે, શું વિચારે છે ?


અહીં આવ્યા અમે આજે, કૃપા ભદ્રા છે કુદરતની,

તરી ગઈ નાવ એ કોના સહારે, શું વિચારે છે ?


Rate this content
Log in