STORYMIRROR

Shaileshkumar Pandya

Others

3  

Shaileshkumar Pandya

Others

સાધુ કે સંસારી

સાધુ કે સંસારી

1 min
28K


જીતની બાજી અમે હારી ગયાં,

જિંદગીથી એમ પરવારી ગયાં.


એ બધા સુતા કબરમાં જે ભલા,

જાતને અજરાઅમર ધારી ગયાં.


જળની લઇ કંકોતરી ઉતરી હેઠીં,

તો નદી પર પ્હાડ સૌ વારી ગયા.


શબ્દની પીડા વલૂરે છે હજી,

પંડ પર તો કૈંક ઘા મારી ગયાં.


ચાંપતા દીવાસળી જે સ્વપ્નમાં,

એ જ આવીને ચિતા ઠારી ગયાં.


એ ફરીથી જીવતા થયા લાગે છે જે,

દ્રોપદીના ચીર ઉતારી ગયાં.


લ્યો, ભવોભવની તરસ બુજાવવા,

લાશ પર બે આંસુ એ સારી ગયાં.


કોઈ તો રસ્તો બતાવો મુક્તિનો,

જ્યાં ન સાધુ કે ન સંસારી ગયાં.


Rate this content
Log in