સાચું ધન
સાચું ધન
1 min
146
માણસનું મન ગોતે ધન,
દિ' રાત મથે પામવાં ધન,
અલક મલકે રખડે,
પામવાં દુન્વયી ધન,
જાણે એનું પણ મન,
નથી આ સાચું ધન,
જીવનને જરૂરી પ્રકૃતિ,
પ્રાણવાયુ છે અહીં ધન,
જતન જરૂરી વૃક્ષોનું,
નહીં રહે માનવ તન,
સિંચો છોડને કરી જતન,
"રાહી" આ વૃક્ષ જીવને ધન.
