STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

સાચો ક્યાં હતો

સાચો ક્યાં હતો

1 min
28.2K


આંખમાં એની તિખારો ક્યાં હતો,

માનવી ખાલી કબાડો ક્યાં હતો.



જિંદગી જાતી ગરીબીમાં બધી,

તોય માણસનો નકારો ક્યાં હતો.


કામમાં એ આવતો સૌને સદા,

તે છતાં માણસ નકામો ક્યાં હતો.


બોલ મારા નામથી ખોટું નહીં,

એટલો તો હુંય ખોટો ક્યાં હતો.


લોક અપરાધીને પત્થર મારતાં,

મારનારો એક્કે સાચો ક્યાં હતો.


સામગ્રીને રેટ આપો
લોગિન