સાબરમતી
સાબરમતી
1 min
25
તટ વિશાળ ને પટ પહોળો
રેત દરિયો ઉનાળે બહોળો
ઝરણાં ઝવી અરવલ્લી ડુંગરે
ખંભાતે અખાતે જોવા કરગરે
દીસે કોતરો ઊંડી ચારે કોર
નાચે નટખટ મોર ભયે ભોર
લાલ ચટક રેતી ઝીણી દળી
વૈશાખે ધમણ વગરની બળી
ભર ચોમાસે થાય ગાંડી તૂર
છલકી બે કાંઠે પૂર હણે નૂર
સાબર શિયાળ કંદરા કોતરે
કરે કૂદાકૂદ બંદર વણનોતરે
સસલા જ્યાં કૂતરાંને ડરાવે
પાયે પાયની કરકસર કરાવે
સાબરમતી કાંઠે સંત બિરાજે
કરે રાજ દિલમાં વગર રાજે
તટ વિશાળ ને પટ પહોળો
ત્યાં વણજ વેપારનો ડહોળો
તટ વિશાળ ને પટ પહોળો
રેત દરિયો ઉનાળે બહોળો
