ઋતુરાણી વર્ષા
ઋતુરાણી વર્ષા
ગ્રીષ્મમાં ઘૂમતા'તા ખાલી વાદળો જળ ભરવા
પરસેવે નાહતા તરસ્યા પશુપંખી પડ્યા મરવા
સૂરજ ઢાંકશે ઋતુરાણી વર્ષા ને વાદળી રીઝશે
વીજ ઝબૂકી કરવાને લીલીછમ્મ સૃષ્ટિ થીઝશે
આવી ચડ્યું કાળું ડિબાંગ આભલું ભરીને જળ
કરી ગડગડાટ ચાલુ કર્યા આભમાં અનંત નળ
વહેતા થયા નીર ભર્યા વીરડા નદી ને સરોવર
પ્રસન્ન શિશુ તળાવે ઘુમતા સખા થયા તરુવર
સજ્યા હરા વસ્ત્ર બીડ ખેતરે લીલકાઈ છે સૃષ્ટિ
શ્રાવણે ચરતાં પશુ ને ચણતા પંખી મોતી વૃષ્ટિ
હાંફતા આખલા ખાંસે આપા ને હસતા ક્ષેત્રપાલ
અન્નદાતા અશ્વિની માસે લણવા મોકલતા ટપાલ
સૂર્યચક્ર મંહી સનાતન શ્રેષ્ઠ ભાસે ઋતુરાણી વર્ષા
આરંભે અષાઢે ધરતી પર જલ ઓચ્છવ પ્રેમવર્ષા.