STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

ઋતુ ચક્ર રમે

ઋતુ ચક્ર રમે

1 min
184

ઋતુ ચક્ર રમે....

છંદ- શાર્દૂલવિક્રીડિત

ગાજ્યા અંબર વાયુ મંડલ ધસે, ભંડાર  અનલના

પૃથ્વી આ જલસાગરે રવ મહા, ને ઈંદુ શિત ધરે

ને તારા ગ્રહ તેજ સૌ ઝબકતા, મંદાકિની પટલે

પ્રકૃતિ પ્રસવી જ વ્યક્ત થઈ આ, ચૈતન્ય સગુણ રે


 છંદ- વિશ્વદેવી

ઘૂમે   બ્રહ્માંડે, ચક્ર આ  કાળનું  ને

સંયોજે    તત્વો, પંચ   રૂપાંતરેથી

ઐશ્વર્યા  દીસે, ઝુંડમાં  સૃષ્ટિ દૈવી

ભૂપેશી વ્હાલે, ભેટ દીધી જ બુધ્ધિ

છંદ- અનુષ્ટુપ

ચક્ર ઋતુ રમે ભોમે, નિર્વિકારી  જ સંયમી

પૂરક વાહ કેવા રે, પ્રકૃત્તિ ને મનુજ  આ

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન