રસ્તા
રસ્તા
1 min
404
લાંબા ટૂંકા રસ્તા
વિના ભાડે સસ્તા
નથી કદી ખસતા
પથ પર નાસતા
ઘરે જાતા હસતા
છોરું જોવા તરસતા
ખુલ્લા પગે ઘસતા
કમર બાંધી કસતા
દિશાશુન્ય ભાસતા
કોઈક એવા ફસતા
ચોમાસે લપસતા
ભૂવા પડયે પેસતા
નાના મોટા ફસતા
ધરતીકંપે ધસતા
કાળા શ્વાન ભસતા
ધોળા કૂતરા વસતા
ડૂસકા ભરી ડસતા
ચોર સિપાહી કોસતા
થાક ખાવા બેસતા
વાંકા ચૂંકા રસ્તા
દિશા આપે રસ્તા
માર્ગ ચીંધે રસ્તા
મંજીલ માટે રસ્તા
કમર કેવી કસતા
ગામે ગામ વસતા
ઘરે જાવા રસ્તા
ધંધે જાવા રસ્તા
વાંકા ચૂંકા રસ્તા
કાચા પાકા રસ્તા
સૌના માટે રસ્તા
લાંબા ટૂંકા રસ્તા
રસ્તા કેવા હસતા