STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

રસમ

રસમ

1 min
400

મને બોલાવી કે ના બોલાવી,

તોય આવી તમારે ગામ રે, 

મારો ધર્મ ગણું કે ફર્જ ગણું,

આવી રસમ નિભાવા રે. 


મને સત્કારો કે ધુત્કારો,

મારે સરખું છે તમામ રે, 

મારી ભાવનાઓ સમજો કે ના,

આવી રસમ નિભાવા રે. 


હું તો મારો ધર્મ ગણીને,

નીકળી હરિરસ પાવા રે, 

પાન કરે પ્રારબ્ધિ પ્રેમે,

હોંશે હરિગુણ ગાવા રે. 


ચાહે દુઃખ પડે, ચાહે સુખ પડે,

આવી તમ દ્વારે રે, 

હવે હાસ ના હૈયે હામ,

રસમ નિભાવી જાવુ રે. 


વાણી, વિવેક, વર્તન નમ્ર રાખી,

આવી તમ દ્વારે રે, 

કુરિવાજોની બદી છોડી,

રસમ નિભાવી જાવુ રે.


સામગ્રીને રેટ આપો
લોગિન