રક્ષાબંધન
રક્ષાબંધન

1 min

90
ભાઈ બહેનના પ્રેમને વંદન છે,
આ સંબંધ તો જાણે કે ચંદન છે,
બંને રક્ષા કરે છે એકમેકની,
તેથી જ તો રક્ષાનું બંધન છે,
પવિત્ર સંબંધની બારાખડી છે,
ભાઈ માટે એ જમાના સાથે બાખડી છે,
ભાઈના સન્માનની પાઘડી છે,
બહેન જો બાંધે ભાઈને રાખડી છે,
એ સંબંધ નવો ને જુનો હોત,
હાથ આજે મારો ના સૂનો હોત,
જ્યારથી ઢળી સંધ્યા ત્યારથી રૈન હોત,
આજના દિવસે હું ના બેચેન હોત,
મારી જિંદગીમાં પણ અમન ને ચેન હોત,
કાશ ! મારે પણ એક બહેન હોત.