રજા
રજા
રવિવાર છે મહેરબાન આજ,
નથી કરવાનું કાંઈ કામકાજ,
ભલે ભૂપતિનો આદેશ આવે,
લાખો મુલાકાતી પાછા જાવે.
સવાર પડવાની ક્યાં છે વાત ?
બસ ગણો તો રાતની રાત !
ચિત્ત આજ બિલકુલ નચિંત,
કોઈ ન તું આજ કામ ચીંધ.
વહેવારની કોઈ ન વાત કર,
નથી હવે કોઈ વાતનો ડર,
કાલની વાત કરશું કાલે,
આજ આરામ વગર ચાલે ?
કરો વાત કઈં હોય ફાયદો,
એમાં ક્યાં નડે રજાનો કાયદો ?
સરકારી કામ ન થાય રજામાં,
લેતીદેતી તો થાય રજા કજામાં.
રવિવાર છે મહેરબાન આજ,
નથી કરવાનું કાંઈ કામકાજ,
ઉપરના કામનો કોઈ બાદ નહીં,
ગણો તો દૂધ ના ગણો તો દહીં.
રવિવાર છે મહેરબાન આજ,
નથી કરવાનું કાંઈ કામકાજ,
રવિવાર છે મહેરબાન આજ,
ખાનગી વહેવારનું કામકાજ.
